Search for Details of Unclaimed Deposit A/c As on 31/10/2024
DEA (RBI) ફંડમાં ગયેલ રકમ સેવિંગ/કરંટ /અન્ય ખાતામાં પરત (રીફંડ) લેવા માટેની પ્રક્રિયા : |
વેબસાઈટના આ પેજમાં તમામ અનક્લેઈમડ (૧૦ વર્ષ થી વધુ ઇન ઓપરેટીવ ખાતા કે જે DEA (RBI) ફંડમાં ગયેલ છે) ડિપોઝીટ/એકાઉન્ટ્સની યાદી પ્રદર્શિત કરવામાં આવી છે. |
આ વિગતોમાં માત્ર ખાતાધારકોના નામ અને તેમનું સરનામું છે. |
ગ્રાહકને નામ દ્વારા યાદીમાં શોધવા માટે સક્ષમ કરવા માટે “શોધો” વિકલ્પ છે. |
જે ખાતેદારે /ગ્રાહકે પોતાની રકમ DEA(RBI) ફંડમાંથી પરત લેવાની હોય તેમને નીચે જણાવ્યા મુજબની કાર્યવાહી કરવાની થાય છે. |
સ્વયં દાવો કરવા માટે : રકમનો દાવો કરનાર ગ્રાહક જો પાસબુકની કોપી હોય તો તેમાં દર્શાવેલ શાખા અથવા ન હોય તો નજીકની શાખાની મુલાકાત લઈ શકે છે અને KYC માટે ક્સ્ટમર આઈડેન્ટિફિકેશન અપડેટ ફોર્મ સબમિટ કરી શકે છે અને અન્ય માન્ય ઓળખ સાબિતી દસ્તાવેજો સાથે યોગ્ય રીતે ભરેલી અને સહી કરેલ દાવો કરવા માટે ફોર્મમાં અરજી કરી શકે છે. |
કાનૂની વારસદાર/નોમિની દ્વારા દાવો : દાવાની પ્રક્રિયા માટે, કાનૂની વારસદાર/નોમિની બેંકની નજીકની શાખાની મુલાકાત લઈ શકે છે અને કાનૂની આવશ્યકતાઓનું પાલન કરવા માટે મૃતકનો દાવો સેટ કરવા માટે શાખા દ્વારા જરૂરી એવા અન્ય દસ્તાવેજો અને વેબસાઈટ પર મુકેલ ફોર્મ વ્યવસ્થિત રીતે ભરીને શાખામાં સબમિટ કરી શકે છે. |
બિન વ્યક્તિગત ખાતાઓ માટે દાવો : બિન-વ્યક્તિગત ખાતાઓના દાવાઓ માટે, ગ્રાહકે કંપનીના/ફર્મના/સંસ્થાના લેટરહેડ પર જો પાસબુકની કોપી હોય તો તેમાં દર્શાવેલ શાખા અથવા ન હોય તો નજીકની શાખામાં અરજી આપવી. અધિકૃત હસ્તાક્ષરકર્તાઓ દ્વારા તેમની સંસ્થાના માન્ય પુરાવા,ઓળખ અને સરનામું પ્રૂફ સાથે યોગ્ય રીતે સહી કરીને આપવું. |
અરજી ફોર્મ ડાઉનલોડ કરો : Request Form / અરજી ફોર્મ |